રૂપિયા ૧૩,૧૮૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જાફરાબાદ પો.સ્ટેના પો.ઇન્સ જે.જે ચૌધરી ની સૂચના અને માર્ગદર્શન નીચે એ.એસ.આઇ એમ.કે પીંછડિયા પો.કોન્સ અજયભાઈ વાઘેલા તથા વિજયભાઈ બારૈયા તથા વિક્રમભાઈ ભુકણ તથા મહેશભાઈ શિયાળ વગેરે મરીન પોલીસ ટીમે રોહિસા ગામે, પ્લોટ વિસ્તારમાં ગીગાભાઈ મનુભાઈ સાખટ ના રહેણાક મકાનની બાજુમાં શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજી પત્તાના પાના તથા પેસા વડે તીનપત્તી નો હારજીત નો જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ ૧૩,૧૮૦/- રોકડ સાથે પકડી પાડી વિરુદ્ધ જાફરાબાદ મરીન પો.સ્ટે માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે

પકડાયેલા આરોપી ઓની વિગત ( ૧ ) મનસુખભાઇ જીણાભાઇ સોખટ ( ૨ ) કમલેશભાઈ ગીગાભાઇ સાંખટ (૩) મનુભાઈ ૨ણછોડભાઇ વાઘેલા. ( ૪ ) ભીમજીભાઈ દુદાભાઈ વાઘેલા (પ ) રામજીભાઈ જીવાભાઈ બાભણીયા (૬) ધનાભાઈ ભાણાભાઈ બાભણીયા (૭) રમેશભાઇ ધીરુભાઈ સાંખટ રહે.તમામ રોહિસા ગામે તા રાજુલા જિ. અમરેલીમેં. અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહા નિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોઈ જે અન્વયે મેં . હિંમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓ તથા કે.જે ચૌધરી સાહેબ ના પો.અધિ સાવરકુંડલા વિભાગનાઓ દ્વારા દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા જણાવેલ હોઈ તેમજ માર્ગદર્શન આપેલ હોઈ જે અન્વયે જે.જે ચૌધરી પો.ઇન્સ.સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જાફરાબાદ મરીન પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

 *રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.*