દિયોદર પાલડી (મીઠી) ગામે મકાન દબાણમાં હોવાનું કહી નોટિસ ફાળવી પરિવાર ઘર વિહોણો બનશે...ભૂકંપ વખતે નવીન ગામતળની જમીન માં ઇન્દિરા આવાસ યોજનામાં સહાય લઈ મકાન બનાવ્યું હતું ...દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગામે વર્ષો થી ઈન્દીરા આવાસ યોજનામાં મકાન ની સહાય લઈ મકાન બનાવી ને રહેતા કોળી લેબાભાઈ વેરશીભાઈ જે પોતાના પરિવાર સાથે રહે છે જેમાં આ મકાન પાલડી (મીઠી) ગ્રામ પંચાયત દફતરે અનુક્રમ નંબર ૬૦૯ તથા મિલકત નંબર ૪૦૭ થી નોંધાયેલ છે જે મકાન નો ઘર વેરો ,પાણી વેરો,તથા અન્ય વેરો જે આવતા હોય તે વેરો કોળી લેબાભાઈ વેરશીભાઈ ભરતા હતા અને મકાન નું લાઈટ બિલ પણ માલિકી ના નામે ચાલે છે જેમાં એકાએક ગ્રામ પંચાયત દ્વારા મકાન દૂર કરવાની નોટિસ આપતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે.જેમાં વર્ષો થી વસવાટ કરતા હોવા છતાં અને નવીન ગામતળ ની પોતાની માલિકી ની જમીન માં મકાન બનાવ્યું હોવા છતાં નોટિસ ફાળવતા ઘર ના સભ્યો એ જિલ્લા કલેકટર ને લેખિત માં રજુઆત કરી મકાન ના પાડવા અપીલ કરી છે આ બાબતે પરિવારજનો એ જણાવેલ કે અમો ઘણા વર્ષો આ જગ્યા પર રહીએ છે જેમાં ઘર વેરો પાણી વેરો અન્ય વેરો પણ અમે નિયમિત ભર્યો છે છતાં અમારી માલિકી નું મકાન હોવાથી પાડવા માટે નોટિસ આપી છે અમારું મકાન પડશે તો અમો ઘર વિહોણા બની જશો......

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं