કાલોલ તાલુકાના વેજલપુર ગામે શનીવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ હાજર રહીને દરેક યોજનાઓ અંગેની જાણકારી આપી હતી તેમ આપણો સંકલ્પ વિકસિત ભારતના સૂત્ર હેઠળ ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં જન માનસ સુધી ભારત સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી છેવાડાના પ્રત્યેક માનવી સુધી આવી જન કલ્યાણકારી યોજનાઓની જાગૃતિ ફેલાવવવા ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આયોજન કરી પ્રત્યેક માનવીને જાગૃત કરી માહિતી પહોંચાડવાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા"જેમાં સરકારની વિવિઘ યોજના જેવી કે આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ,અંત્યોદય યોજના, આવશ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ,પેન્શન યોજના, ઉજજવલા યોજના,જનધન યોજના,વીમા યોજના જેવા વિભાગોને સામાન્ય પ્રજાજનો સુઘી પહોચાડી શકાય તેવી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે જે અભિયાન અંતર્ગત કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ કરાવવા માટે આજરોજ કાલોલના વેજલપુર કુમાર શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતાં વેજલપુર કન્યા શાળાની નાની નાની બાળાઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા સભ્ય સલીમ ભાઈ કઠિયા વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ સુગરીબેન ડેપ્યુટી સરપંચ મોનાલી બેન કુમાર શાળાના આચાર્ય ગ્રામ પંચાયત સભ્યો સહિતના મહાનુભાવોની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો કુમકુમ તિલક કરી સ્થળ પર હાજર વિવિધ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોની વિસ્તૃત જાણકારી આપી હતી.જ્યારે વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો લાઈવ ઈ-કાર્યક્રમ પણ નિહાળવામાં આવ્યો હતો.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |