દાહોદ નગરમા બ્યુટીફિકેશન થઈ રહેલ નવીન છાબતળાવ પર ફક્ત બહેનો માટે આજે એક અનોખા કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યું હતું. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )   ભારતમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સાથે વિકાસ લક્ષી મોદી સરકારમાં નવ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અને સાથે સાથે મોદી સરકાર દ્વારા સમગ્ર ભારતમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ને પણ આઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દાહોદ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ અને નગર પાલિકા દ્વારા આજે સાડી વોકેથોન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,દાહોદના સાંસદ જણાવ્યું હતું કે ત્યારે દાહોદ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ અને નગર પાલિકા દ્વારા આજે સાડી વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ અભિનંદન ને પાત્ર છે ,મારી બહેનો ,માતાઓ જુદા જુદા સ્વરૂપે સમય અનુસાર દેશ અને સમાજની પડખે ઊભી રહેતી હોય છે. અને મોદી સરકારે જ્યારે મહિલાઓને સરખે ભાગે સ્થાન આપ્યું છે ત્યારે એ સાંસદ હોય કે વિધાનસભા હોય જાહેર ક્ષેત્રે હોય મહિલાઓના વિકાસ અને ભાગીદારી માટે પહેલ કરી છે જેના પરિણામ સ્વરૂપે આપડે મહિલાઓ સ્વયં ઊભી થતી જોવા મળી રહી છે સમગ્ર દાહોદ લોકસભામાં મોદી સરકારના 9 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને જન સંપર્ક , વિકાસ તીર્થ ની મુલાકાત થઈ હતી જેનો લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો દાહોદના લોકોનો પણ આભારી છું તેઓ પણ દાહોદના વિકાસમાં ખૂબ સહકાર આપી રહ્યા છે અને આ સહકારથી દાહોદ ની આવનાર સમયમાં તસવીર બદલાઈ જવાની છે અને દાહોદ ખરેખર સ્માર્ટ શહેર બનશે તેવું જણાવ્યું હતું અને ત્યાર પછી દાહોદ જિલ્લાની જુદા જુદા ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું મોમેંટો આપી સ્વાગત કર્યું હતું.આ કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, માજી જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા , નગર સેવાસદન પ્રમુખ રીનાબેન પંચાલ તેમજ  મહિલા કાઉન્સિલર , સ્વયંસેવી સંસ્થા ની બેહનો તથા કલ્ચરલ એકટીવિટી સાથે જોડાયેલ મહિલાઓ મોટી સંખ્યામાં સાડીઓ પહેરી ને ભારતીય પરંપરા મુજબ ઉપસ્થિત રહી હતી.