શુક્રવારઃ- સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. ૧૨મી ૧૪-જુન-૨૦૨૩ દરમ્યાન શાળા પ્રવેશોત્વનો પ્રારંભ થશે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમ્યાન ૫ થી ૬ વર્ષ સુધીની વયના બાળવાટીકામાં પ્રવેશ કરાવાશે. તેમજ છ વર્ષ પૂર્ણ થયેલા ભુલકાઓને ધો. ૧ માં પવેશ અપાશે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )  દાહોદ જિલ્લમાં દાહોદ તાલુકામાં ૫૭૯૩ કુમાર અને ૬૩૩૧ કન્યા મળી કુલ ૧૨૧૨૮ ભુલકાઓને બાળવાટીકામાં પ્રવેશ અપાશે. જયારે દેવગઢ બારીયા તાલુકામાં ૧૭૪૪ કુમાર અને ૧૭૩૩ કન્યા મળી કુલ ૩૭૪૪, ધાનપુર તાલુકામાં ૧૨૯૯ કુમાર અને ૧૨૮૩ કન્યા મળી કુલ ૨૫૮૨, ફતેપુરા તાલુકામાં ૧૧૧૨ કુમાર અને ૧૦૫૦ કન્યા મળી કુલ ૨૧૬૨, ગરબાડા તાલુકામાં ૨૭૭૨ કુમાર અને ૨૭૦૮ કન્યા મળી કુલ ૫૪૮૦, લીમખેડા તાલુકામાં ૧૨૩૬ કુમાર અને ૧૧૬૪ કન્યા મળી કુલ ૨૪૦૦, બાલવાટીકામાં પ્રવેશ થશે સંજેલી તાલુકામાં ૬૮૨ કુમાર અને ૬૭૦ કન્યા મળી કુલ ૧૩૪૨, સીંગવડ તાલુકામાં ૯૦૪ કુમાર અને ૮૧૪ કન્યા મળી કુલ ૧૭૧૮ અને ઝાલોદ તાલુકામાં ૫૪૩૬ કુમાર અને ૪૯૮૦ કન્યા મળી કુલ ૧૦૪૧૬ ભુલકાઓને બાલવાટીકામાં પ્રવેશ અપાશે આમ જિલ્લામાં કુલ ૪૧૭૦૫ બાળકોને બાલવાટીકાના પગથીયે ચઢશે જેનાથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.