પાવીજેતપુર પંથકમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગી ગૃહિણીનું બજેટ ખોરવાયું
પાવીજેતપુર પંથકમાં ચાર છાંટા પડતા ની સાથે શાકભાજીના ભાવ આસમાને આમ્બી જતા મધ્યમ વર્ગી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે.
વર્તમાન સમયમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી જવા પામી છે ત્યારે પાવીજેતપુર પંથકમાં ચાર છાંટા પડતા ની સાથે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા મધ્યમ વર્ગી સમાજને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોંઘવારીના યુગમાં ઘર ચલાવવું અઘરું પડી રહ્યું છે ત્યારે મધ્યમ વર્ગી ગૃહિણીને પડતા પર પાટુ પડે તેમ ચાર છાંટા પડતાની સાથે જ શાકભાજીના ભાવ આસમાને આમ્બી જવા પામ્યા છે. ૨૦૦ રૂપિયામાં શાકભાજીથી મોટી થેલી આખી ભરાઈ જતી હતી તે હવે ૧૦૦૦ રૂપિયામાં પણ ભરાતી નથી.
આદિવાસીઓ પોતાનો પાક પકવે છે ત્યારે તેના ભાવ બૂંધાના મળે છે જ્યારે એ જ વસ્તુ બજારમાં ખરીદવા જાય છે ત્યારે આસમાની ભાવ ચૂકવવા પડે છે. તાજેતરમાં જ ૧૦,૨૦ રૂપિયે કિલો મળતા ટામેટા આજે ૧૦૦ રૂપિયે કિલો મળતા થઈ ગયા છે. આદિવાસીઓ જ્યારે આ ટામેટા પકવે છે ત્યારે તેનો ભાવ મણનો ૫૦ રૂપિયા ની આસપાસ મળે છે. કયારે તો ટામેટા ફેંકવાનો વારો આવે છે તે જ ટામેટા આજે ૧૦૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યો છે. ૫૦ રૂપિયે કિલો વેચાતું આદુના આજે ૪૦૦ રૂપિયા થઈ ગયા છે. સામાન્ય રીતે શાકભાજી ખરીદે ત્યારે તેની સાથે કાછીયાઓ ધા, મરચા મફતમાં આપવામાં આવે છે તેજ ધાણાના ભાવ આજે ૪૦૦ રૂપિયે કિલો થઈ ગયા છે. લસણનો ભાવ ૨૦૦ રૂપિયે કિલો, ૧૦ દસ રૂપિયા કિલો મળતા રીંગણના ૬૦ રૂપિયા,૩૦ રૂપિયે કિલો મળતા ફલાવરના ૧૦૦ રૂપિયા થઈ જવા પામ્યા છે. સ્વાભાવિક રીતે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા જ ગૃહનીઓનું બજેટ ખોરવાઈ જતા ઘરનો વહીવટ કરવો અઘરો થઈ પડ્યો છે.
આમ, પાવીજેતપુર પંથકમાં ચોમાસાની શરૂઆત થવાની સાથે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા મધ્યમ વર્ગી ગૃહિણીનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે.