*ડીસા નવા બસ સ્ટેશન ખાતેથી 44,000 ના વિદેશી દારૂના મુદ્દા માલ સાથે એક ઈસમની અટકાયત*
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતનો દારૂનો વેપાર મોટાપાએ થતો હોય છે ગુજરાત રાજસ્થાન ને અડીને આવેલો સરહદી રાજ્ય હોવાથી રાજસ્થાન વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી થતી જોવા મળે છે ઠેર ઠેર નાકાબંધી હોવા છતાં રાજસ્થાન બોર્ડરમાંથી અલગ અલગ વાહનો મારફતે દારૂની ઘૂસણખોરી થતી હોય છે ત્યારે રાજસ્થાન રાજ્યને અઢીને આવેલો ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો એ સરહદી જીલ્લો કહેવામાં આવે છે ત્યારે રાજસ્થાનથી વિદેશી દારૂની મોટા પ્રમાણમો ઘૂસણખોરી થતી જોવા મળે છે ત્યારે આજે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ના હેડ કોસ્ટેબલ જે ડી પરમાર ને હકીકત વાળી બાતમી મળેલ કે ડીસાના નવા બસ સ્ટેશન વિસ્તારમાં એક ઈસમ વિદેશીના દારૂ ના થેલા લઈને આવેલ છે ત્યારે હકીકત વાળી બાતમીના આધારે તપાસ કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારના નવા બસ સ્ટેન્ડ ખાતેથી વિદેશી દારૂના બે થેલા ભરેલ મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી અટકાયત કરી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ હાથ ધરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ-૯૬ કીમત રૂ.૩૨,૮૮૦/- તથા રોકડ રકમ. રૂ.૧૦૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૧૦,૦૦૦/- તથા થેલાઓ નંગ-૦૨ કીમત રૂ.૦૦/૦૦ એમ કુલ કિ.રૂ.૪૩,૯૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.ત્યારે
શ્રી ડૉ.કુશલ.આર.ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ના માર્ગદર્શન હેઠળ, શ્રી વી.એમ.ચૌધરી, પી આઇ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતેથી આરોપી દલારામ ઉર્ફે દિનેશ મુળારામ જાતે.સરવણ(જાટ) રહે.લીલસર (શેરપુરા) સરણોકા તલા તા.ચૌહટન જી.બાડમેર (રાજ.) વાળા પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવેલ ત્યારે અટકાયત કરેલ ઈસમ સામે
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
આ હકીકત વાળી બાતમી આધારે કામગીરી કરનાર ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી વી.ઍમ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર.
શ્રી જયંતીભાઈ ડી પરમાર ,હેડ. કોન્સ્ટેબલ.
શ્રી વનરાજી, પોલીસ કોન્સ્ટેબલ
શ્રી કરશનભાઇ,પોલીસ કોન્સ્ટેબલ
શ્રી અરવિદભાઇ, પોલીસ કોન્સ્ટેબલ
શ્રી વિક્રમસિંહ,પોલીસ કોન્સ્ટેબલ
સાથે રહી વિદેશી દારૂના બુટલેગરની અટકાયત કરવામાં આવી હતી
અહેવાલ અમૃત માળી ડીસા