જુનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું ભૂમિપૂજન કરાયું* 

બ્રહ્માનંદ ધામ ચાપરડા ના મહંત શ્રી મુક્તાનંદ બાપુ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલના હસ્તે કરાયો શિલાન્યાસ

રૂપિયા ૪૫ લાખના ખર્ચે બનશે પ્રાથમિક શાળા 

જૂનાગઢ:તા ૨૪

આજરોજ જુનાગઢ તાલુકાના પ્રભાતપુર ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળા નાં નવા બિલ્ડીંગ નું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બ્રહ્માનંદ ધામ ચાપરડાના મહંત સંતશ્રી મુક્તાનંદ બાપુ ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને યોજવામાં આવ્યો હતો. આ ભૂમિ પૂજન સાથે નૂતન શાળા બિલ્ડિંગનાં શિલાન્યાસ કાર્યક્રમ માં જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ની ખાસ ઉપસ્થિતિ રહી હતી,આ સાથે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન વિરેન્દ્રભાઈ સાવલિયા જિલ્લા પંચાયતના સભ્ય,અનકભાઈ ભોજક તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિલીપભાઈ ઠુંમર તેમજ રતાંગ, શોભાવડલા, વડાળા, સાંખડાવદર,તેમજ રામેશ્વર,મેવાસા કમરીના સરપંચો તેમજ આગેવાન શ્રી ભરતભાઈ વાળા અને ગોવિંદભાઈ સોલંકી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમના પ્રારંભે મુક્તાનંદ બાપુએ ગ્રામજનોને સંબોધીને લોકોમાં એકતા જળવાઈ રહે અને વિકાસ ની વાતને લઈને સૌ ગ્રામજનો એક થઈને આગળ આવીએ પોતાની વાતને રજૂ કરી હતી એ વેળાએ ગ્રામજનોએ બાપુની વાતને હર્ષભેર એકસૂરે વધાવી લીધી હતી.તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગ્રામજનોની માંગણી ને લઈને સરકારમાં રજૂઆત કરી રૂપિયા ૪૫.લાખના ખર્ચે પ્રભાતપુર ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના ભૂકંપ પ્રૂફ બિલ્ડીંગનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં નવનિર્મિત બિલ્ડિંગમાં બંને માળે ટોયલેટ બાથરૂમ સાથેની સુવિધા સાથે પૂજ્ય મુક્તાનંદ બાપુના હસ્તેજ શાળા બિલ્ડિંગનું લોકાર્પણ પણ કરવામાં આવશે આમ સરકારની નેમ કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એવા હેતુ આજે ફરીથી ચરિતાર્થ થયો છે સાથે સાથે ગ્રામજનો અને આગેવાનોની માંગણીને લઈને નવા શાળા બિલ્ડિંગ ની સાથે શાળાનું આંગણું પણ રળિયામણું બને જેને લઈને પ્રોટેક્શન વોલ અને ગ્રાઉન્ડના કામનું પણ સરકારશ્રી માં રજૂઆત કરીને વહેલી તકે કામ મંજૂર કરાવવા જીલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલે ખાતરી આપી હતી આ શિલાન્યા સમારોહમાં પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા બાળકો અને વાલીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.