રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મજયંતી નિમિત્તે 'મેઘાણી વંદના 'અંતર્ગત કસુંબલ ડાયરો યોજાયો હતો. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કસુંબલ ડાયરો યોજાયો હતો. વિધાનસભાના મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણા,જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગાયક કલાકારો દ્વારા મેઘાણી રચિત લોકગીતો, ભજનો,ગીતો રજૂ કર્યા હતા.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મજયંતીની પૂર્વ-સંધ્યાએ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ,સુરેન્દ્રનગર ખાતે મેઘાણી વંદના’ (કસુંબલ લોકડાયરો)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અમદાવાદ સંયોજીત કાર્યક્રમમાં દરમિયાન ગુજરાતના ખ્યાતનામ લોકગાયકો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો અને હાસ્ય કલાકાર દ્વારા રસપ્રદ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મજયંતી નિમિત્તે 'મેઘાણી વંદના 'અંતર્ગત કસુંબલ ડાયરો યોજાયો
