ડીસા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. જેમાં ગત મોડી રાત્રે વિરેન પાર્ક સોસાયટીમાં એક ગાયને હડકવા થયો હતો. જેમાં એક બાળકી સહિત ચાર લોકોને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. ત્રણ દિવસમાં જ રખડતા ઢોરોની અડફેટે આવતા કુલ આઠ લોકો ઈજાગ્રત થતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ડીસામાં રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રસ્ત બની ગયા છે અને હવે તો રખડતા ઢોરો વારંવાર લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગઈકાલે મોડી રાત્રે વિરેન પાર્ક સોસાયટીમાં પણ એક ગાયને હડકવા થતાં અફરાતફરી મચી હતી. તેમજ બેકાબુ બનેલી ગાયે એક બાળકી સહિત ચાર લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી.

આ ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા જ સ્થાનિક નગરસેવક વિજય દવે અને મહિલા સદસ્યના પતિ મોતી પ્રજાપતિ બનાવ સ્થળે પહોંચ્યા હતા. જોકે નગરસેવકોએ ચીફ ઓફિસરને વારંવાર ફોન કરવા છતાં પણ ફોન ન ઉપાડતા લોકો સહિત નગરસેવકોમાં પણ તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો.

જોકે, સ્થાનિક તંત્રથી રોસે ભરાયેલા લોકોએ બાદમાં ડીસાના ધારાસભ્યને ફોન કરતા મોડે મોડે જલિયાણ ગૌશાળાની એમ્બ્યુલન્સ વીરેન પાર્ક ખાતે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત ઉઠાવી બેકાબુ ગાયને બાંધી પાંજરે પુરી હતી. ગાયને પાંજરે પૂર્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બે દિવસ અગાઉ પણ રથયાત્રા દરમિયાન એક આખલાએ દોડાદોડી મચાવી હતી અને રથયાત્રા જોવા માટે આવેલા ભાજપના પૂર્વ નગરસેવકની પુત્રી, ભાભી અને નગરપાલિકાના પૂર્વ કર્મચારી સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. આમ ત્રણ દિવસમાં જ આઠ લોકોને ગંભીર ઈજા પહોંચાડતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.