ડીસામાં માર્કેટયાર્ડ આગળ એલિવેટેડ બ્રિજ નીચે ચાલુ ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જોકે, આજે રવિવાર હોવાના કારણે ટ્રાફિક ઓછો હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી.

ડીસામાં આજે બપોરના સમયે ચાલું ટ્રકનું અચાનક ટાયર ફાટતા અફડાતફડી મચી ગઈ હતી. એક ટ્રક ડીસાથી પાલનપુર તરફ જઈ રહી હતી અને આ ટ્રક માર્કેટયાર્ડ પાસે એલિવેટેડ બ્રિજ નીચેથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ટ્રકના આગળનું ટાયર ફાટતા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જો કે મહામુસબતે ટ્રક કાબુમાં આવી હતી.

ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને આજે રવિવારના દિવસે ટ્રકનું ટાયર ફાટ્યું હોવાની ઘટના આજુબાજુના લોકો અને વાહન ચાલકો પણ ઉભા રહી ગયા હતા. જ્યારે રોડ વચ્ચોવચ ટ્રકનું ટાયર ફાટતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. જો કે રોડ પર ટ્રાફિક ખૂબ જ ઓછો હોવાથી અકસ્માત થતા રહી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.