સુરેન્દ્રનગરના ચૂડામાં એક જ પરિવારના સાત વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી હતી. ચૂડા તાલુકાના મોજીદડ ગામના 7 વ્યક્તિઓની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ વાનમાં લીંબડી સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. બજારમાંથી લાવેલો કેરીનો રસ પીધા બાદ તબિયત લથડી હોવાની વિગત સામે આવી છે. જેમાં 3 બાળકો અને બે મહિલા સહિત તમામને પેટમાં દુ:ખાવો અને ઝાડા-ઉલ્ટી થતાં સારવાર માટે ખસેડાયા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના મોજીદડ ગામે રહેતા એક જ પરિવારના સાત સભ્યોને કેરીનો રસ આરોગતા ફૂડ પોઇઝનીંગ થયું હતું. એક જ પરિવારના તમામ સભ્યોને પેટમાં દુ:ખાવો અને ઝાડા ઉલ્ટીઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનના ઇએમટી સંજયભાઇ સોલંકી અને પાયલોટ દેવરાજભાઇ વાઘેલા દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં વર્ષાબેન ધર્મેન્દ્રભાઇ જાદવ ( ઉંમર વર્ષ- 40 ), હેતલબેન પ્રવિણભાઇ જાદવ ( ઉંમર વર્ષ- 32 ), ધરમભાઇ બટૂકભાઇ જાદવ ( ઉંમર વર્ષ- 35 ), અક્ષયભાઇ ધર્મેન્દ્રભાઇ જાદવ ( ઉંમર વર્ષ- 8 ), બટુકભાઇ જગમાલભાઇ જાદવ ( ઉંમર વર્ષ- 65 ), અવનીબેન ધર્મેન્દ્રભાઇ જાદવ ( ઉંમર વર્ષ- 12 ) અને તુબેન ધર્મેન્દ્રભાઇ જાદવ ( ઉંમર વર્ષ- 14 ) રહે તમામ મોજીદડનો સમાવેશ થાય છે.