સમગ્ર રાજ્ય ઉપર બીપરજોઈ વાવાઝોડું ખતરો છે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે જિલ્લા પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વલસાડના કાંઠા વિસ્તારના 28 ગામના લોકો સાથે વાવાઝોડાને લઈને આજરોજ મીટીંગ યોજી હતી જેમાં માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે જણાવ્યું હતું અને કોઈ મોટી ઘટના બને તો તાત્કાલિક વલસાડ પોલીસ કંટ્રોલ 100 નંબર ઉપર તથા ડિઝાસ્ટરને ફોન કરવા માટે જણાવ્યું હતું અને વાવાઝોડાને લઈને એનડીઆરએફ ની ટીમ પણ સ્ટેન્ડ બાય માં મૂકવામાં આવી છે