સોજીત્રા તાલુકાના પલોલ મુકામે પ્રાથમિક શાળાના ૧૩૩માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ, સોજીત્રા નગરપાલિકા પ્રમુખશ્રી રજનીકાંતભાઈ પટેલ, દાતાશ્રી સત્યેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતિ ગીતાબેન પરમાર, ગામના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન, શ્રી શૈલેષભાઈ પટેલ, સંતો, ગ્રામજનો તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.