બાળ મજૂર તરીકે પકડાયેલ નેપાળના બાળકને પરિવાર સાથે મિલન કરાવતા ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ બાળ કલ્યાણ સમિતિ ના સ્ટાફ તેમજ ચેરમેન નરેન્દ્ર સોની,દાહોદની એક હોટલમાંથી ટાસ્ક ફોર્સ દ્વારા નેપાળના એક ખૂબ જ માસૂમ બાળક ને બાળ મજૂરી હેઠળ પકડાયેલ બાળક ને બાળ કલ્યાણ સમિતિ, દાહોદને સોંપવામાં આવ્યો હતો. બાદમાં CWCના અધ્યક્ષ નરેન્દ્ર સોનીના આદેશથી તેને ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવ્યો હતો, તેના પરિવારને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, શોધખોદ કર્યા પછી જાણ થઈ કે તે બાળક નેપાળનો હોય તેમના માતા પિતાને જાણ કરવામાં આવી હતી જેના પરિણામે આજે તેની માતા તેના પુત્રને લેવા નેપાળથી આવી હતી CWCના અધ્યક્ષ નરેન્દ્ર સોની તેમજ સ્ટાફે બાળક ને આનંદ સાથે તેને પરિવારમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો, 3 દિવસ બાળકો ચિલ્ડ્રન હોમમાં રહ્યો, આજે જ્યારે તે વિદાય લઈ રહ્યો હતો ત્યારે બાળ કલ્યાણ સમિતિ સ્ટાફ તેમજ ચેરમેન નરેન્દ્ર સોનીએ નમઆંખ થી ભાવુક થઈને વિદાય આપી હતી