સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના પીએસઆઇ વી.એન.જાડેજાની બદલી રોકાવા સાયલાના આગેવાનો ગામલોકો સાથે ડીએસપી કચેરી દોડી આવ્યા હતા. કારણ કે, સાયલામા પીએસઆઇ વી.એન.જાડેજાએ ફરજ દરમયાન સાયલાની જનતા માટે સુરક્ષા અને સલામતી માટે સુંદર પ્રયાસો કર્યા હતા. સાથે સાયલા વિસ્તારના લોકોને પીએસઆઇ વી.એન.જાડેજા ખુબ મદદરૂપ પણ બન્યા હતા.સાયલાના પીએસઆઇ વી.એન.જાડેજાએ ફરજ દરમિયાન ગુનાખોરી અને ગુનેગારોને નેસ્તનાબૂદ કર્યા હતા. આથી સાયલાવાસીઓએ પીએસઆઇ વી.એન.જાડેજાની બદલી થતા બદલી અટકાવવા સુરેન્દ્રનગર ડીએસપી કચેરી દોડી આવ્યા હતા. અને સાયલા વેપારી એસોસિયેશન અને સિનિયર સિટીજનો અને નાગરિકોએ સાયલા પીએસઆઇ વી.એન.જાડેજાની બદલી અટકાવવા જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સમક્ષ માંગ કરી હતી.જેમાં સાયલા વેપારી મહામંડળ અને સાયલા ગ્રામપંચાયતના લેટર હેડ પર લેખિતમાં બદલી અટકાવવા માંગ કરી હતી. વધુમાં ગામ આગેવાનો અને લોકોએ આક્રોશ સાથે જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ એક પીએસઆઇને ત્રણ વર્ષ થી વધુ સમય થયો અને પ્રજાએ બદલી કરવા માંગ કરી છતાં બદલી કરવામાં આવી નથી. અને પ્રજાને જે પોલીસ અધિકારી ગમે તેની બદલી કેમ થાય છે ? એવા સણસણતા સવાલો પણ કર્યા હતા.