થરાદ અને ધાનેરા પંથક ના 97 ગામો નુ વર્ષો જુનો સિંચાઈ ના પાણી નો પ્રશ્ન આજે શંકરભાઇ ચૌધરી ની રજૂઆત ને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા 200 જેટલા  તળાવો પાણી થી ભરવાના કામ ને સિદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે જેની ઉજવણી મા આજે થરાદ ખાતે  ચાર રસ્તા ઉપર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ રૃપસી ભાઈ પટેલ જીવરાજભાઈ પટેલ સહિતના તાલુકા અને શહેરના ભાજપના સંગઠના આગેવાનો ખેડૂતો સાથે ઉપસ્થિત રહી અને ફટાકડા ફોડી ખુશી મનાવી હતી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

થરાદ મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ ચૂંટણી પહેલાં આપેલુ વચન પાળ્યુ હતુ અને થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના ૨૦૦ થી વધુ તળાવોને નર્મદાના જળથી ભરવા માટે રૂા.૧૪૧૧ કરોડ રૂપિયાના કામોને રાજય સરકારે સૈધ્ધાતિક મંજુરી આપી. હતી જેમાં ૬૧ કિ.મી. મુખ્ય પાઇપ લાઇન સહિત ૧૯૬ કિ.મી. લંબાઇની પાઇપ લાઇન દ્વારા આ તળાવો ભરાશે આ વિસ્તારના પ્રજાજનો, આગેવાનો આ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી એ રાજ્ય સરકાર નો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો  હતો જ્યારે અહીંના ખેડૂતોએ એ પાણી દાર નેતા  શ્રી શંકરભાઇ ચૌધરી નો આભાર વ્યકત કર્યો હતો