પોરબંદરની વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં ફ્રી પીરીયડ દરમ્યાન વિદ્યાર્થીનીઓ સમયનો સદુપયોગ કરતા શીખી શકે તે માટે રીસર્ચ આધારિત પ્રવૃત્તિ માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને તેના માટે ખાસ તજજ્ઞોની ટીમની પણ ફાળવણી કરવામાં આવી છે.

ડો. વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ છે જેમાં ગાંધીનગરની ઉચ્ચ શિક્ષણ કમીશ્નરની કચેરી દ્વારા અધ્યાપકોની નિમણુંક કરવામાં આવે છે. આ નિમણુંક પામેલા અધ્યાપકોમાં ૧૪ જેટલા અધ્યાપકો પી.એચ.ડી. કરેલા છે અને ઘણા અધ્યાપકોએ નેટ અને સ્લેટની પરીક્ષા પાસ કરેલી છે.

ડો. વી.આર. ગોઢાણિયા મહિલા કોલેજમાં વિષયોની વિવિધતાને કારણે જેમકે કોમર્સમાં એચ.આર.એમ.ની અથવામાં કોમ્પ્યુટર એક વિષય તરીકે આપવામાં આવે છે. તેવી જ રીતે આર્ટસ ફેકલ્ટીમાં ૪ ભાષાઓ અને બે શાસ્ત્રની પસંદગીનો વિકલ્પ વિદ્યાર્થીનીઓને મળી રહે છે. યુ.જી.સી.ના નિયમ મુજબ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા દરેક વિષયની ક્રેડીટ નક્કી કરવામાં આવે છે. આ ક્રેડીટના માળખામાં રહીને કોલેજના સમય દરમિયાન વિદ્યાર્થીનીઓને ફ્રી પીરીયડ પ્રાપ્ત થતા હોય છે. આ ફ્રી પીરીયડમાં વિદ્યાર્થીનીઓ લાઇબ્રેરીમાં બેસીને પોતાના સમયનો સદુપયોગ કરતી હોય છે. હાલમાં મેનેજમેન્ટ અને ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. કેતન શાહ દ્વારા તેમાં એક નવો પ્રયોગ અમલમાં મૂકયો છે. જેમાં વિદ્યાર્થીનીઓનો ફીડબેક લઇને ફ્રી લેકચરમાં તજજ્ઞોની ટીમ ફળવવામાં આવી છે જેમાં આ તજજ્ઞો વિદ્યાર્થીનીઓનો અભ્યાસક્રમની પ્રવૃત્તિ ઉપરાંત આજના સમયની જરૂરિયાત અનુસાર તેના અન્ય જ્ઞાનમાં વધારો કરશે. તદુપરાંત કોલેજ ખાતે જ આવેલી એક ઇન્ટરનેટ લેબમાં ફ્રી પીરીયડમાં જે વિદ્યાર્થીનીઓને રીસર્ચ આધારિત પ્રવૃત્તિ કરવી હોય તેને ઇન્ટરનેટ લેબમાં બેસવા દેવામાં આવશે. આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, એકટીવ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા, વર્કીંગ ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરા, જાણીતા કેળવણીકાર ઇશ્વરલાલ ભરડાએ અભિનંદન પાઠવ્યા હતા.