ગામોડ અને ઉતાવળી વચ્ચે લાઈટના થાંભલા સાથે મોટરસાયકલ ભટકાતા સર્જાયો ગંભીર અકસ્માત : એક નું થયું મોત

મળતી માહિતી અનુસાર આ કામના મોટરસાયકલ ચાલક દિલીપભાઈ રમણભાઈ વસાવા રહે માથાસર તાલુકો ડેડીયાપાડા નાઓ પોતાના કબજાની હોન્ડા સાઇન મોટરસાયકલ ગાડી નંબર GJ 06 QB 4732 નંબરની મોટરસાયકલ લઈ ગમોડ થી ઉતાવળી તરફ જતા હોય દરમિયાન ગમોડ ગામના પેટ્રોલ પંપ અને ઉતાવળી ગામ વચ્ચે આવતા અચાનક મોટરસાયકલના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં આવેલા લાઈટના થાંભલા સાથે મોટર સાયકલ ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક દિલીપભાઈ રમણભાઈ વસાવાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા તથા શરીરે ઓછી વત્તી ઇજા પહોંચતા તેઓનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે. સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે....