બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા.
જિલ્લા અચાનક વાતાવરણ માં પલટો આવતા બીજી તરફ ખેડૂતોને જીવ તાળવે ચોંટયા હતા. ચાલુ વર્ષે થોડા થોડા સમય ગાળાના અંતરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને કેટલાક અંશે નુકશાન થયું છે. ત્યારે દિવસભરની ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતાં પવન ફંકાતા વાતાવરણ પલટાતાં ગરમીથી રાહત અનુભવાઈ હતી જોકે ગઈ કાલે સાંજના સમયે બનાસકાંઠા જિલ્લામાં આજે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઇ ગયું હતું.
ભારે પવન ફૂંકાતા ચારેય બાજુ ડમરીઓ ઉડવા લાગી હતી ત્યારબાદ વરસાદી છાંટા પડ્યા હતા એક તરફ બાજરી લડવાની સિઝન ચાલી રહી છે અને ડીસા આજુબાજુ હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોએ બાજરી લણીને ખેતરમાં ઢગલા કર્યા છે ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા.