ડાયટ પંચમહાલ દ્વારા જિલ્લા કક્ષાનો ઈકો ક્લબ શાળાકીય પ્રવૃત્તિ વર્કશોપ યોજાયો હતો જેમાં પંચમહાલ જિલ્લામાંથી ઇકો ક્લબ આધારિત પ્રવૃત્તિ કરતી શાળાના કુલ 56 શિક્ષકો હાજર રહ્યા હતા. આ વર્કશોપનું સમગ્ર સંચાલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સિનિયર લેકચર ઉમેશભાઈ આઈ. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ તજજ્ઞ તરીકે રાઠોડ નિલેશભાઈ ખુમાનસિંહ (ભલાણીયા પ્રાથમિક શાળા), રાઠોડ નિતેશ ખુમાનસિંહ (વાસિયા પ્રાથમિક શાળા, SI), રાણા મિનેષકુમાર (પોપટપુરા પ્રાથમિક શાળા) હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે ચકલી દિવસ તેમજ ઉર્જા બચાવો સંદર્ભે ડાયટ સીનીયર લેક્ચર ઉમેશભાઈ ચૌહાણ દ્વારા માર્ગદર્શન તેમજ માહિતી આપવામાં આવી. બીજા દિવસે પણ વન દિવસ નિમિત્તે માહિતી આપવામાં આવી. તાલીમમાં ઉપસ્થિત તમામ શિક્ષકો દ્વારા પ્રથમ દિવસે પોતાની શાળામાં કરેલ ઇકો ક્લબ પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું.તેમજ અલગ અલગ તાલુકામાંથી આવેલ શિક્ષકોનુ તાલુકા વાર ગૃપ બનાવી પોતાના તાલુકામા થતી શ્રેષ્ઠ પ્રવૃત્તિનું શેરીંગ કરવામાં આવ્યું. બીજા દિવસે યજમાન શાળાના પરીસરની મુલાકાત લેવામાં આવી જેમાં કિચન ગાર્ડ્ન, ઔષધિ બાગ, બગીચો તેમજ ફળાઉ વૃક્ષો ખુબ જ સુંદર હતા. આચાર્ય વીણાબેન જોષી દ્રારા તેમની શાળામાં ચાલતી ઇકો ક્લબ શાળાકીય પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી ત્યારબાદ તજજ્ઞ મિત્રો દ્વારા તમામ પ્રવૃત્તિઓનુ કલેક્શન કરી પંચમહાલ જિલ્લાનું ઇકો ક્લબ શાળાકીય પ્રવૃત્તિ આધારિત મોડ્યુલ નિર્માણ કરવામાં આવશે. જે આવનાર સમયમાં તમામ શાળાઓને ઇકો ક્લબની પ્રવૃત્તિઓ માટે ઉપયોગી થશે.