ગ્રામીણ વિસ્તારની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ: ડીસાના કાંટ ગામે DDOએ રાત્રી સભા યોજી ગ્રામજનોના પ્રશ્નો, રજૂઆતો અને ફરિયાદો સાંભળી; સરકારી લાભ, સહાય અને યોજનાઓ અંગે માહિતગાર કર્યા

બનાસકાંઠાના ડીસા તાલુકાના કાંટ ગામે રાત્રીસભા યોજાઈ હતી. જેમાં કાંઠ ગામના લોકોની સમસ્યાઓ સાંભળી જિલ્લા વિકાસ અધિકારીએ યોગ્ય નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી.

ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાઓ શું છે, તેનો કઈ રીતે ઉકેલ આવી શકે, અધિકારીઓ દ્વારા તેમની રજૂઆતને ધ્યાને લેવામાં આવે છે કે નહીં તે તમામ બાબતોથી અવગત થવા માટે ડીસાના કાંટ ગામે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં રાત્રીસભાનુ આયોજન કરાયું હતું. જેમાં ગામના આગેવાનોએ પાણીની સમસ્યા દૂર કરવા તળાવમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરી તેમાં પાણી ભરવા માટે રજૂઆત કરી હતી.