સાવરકુંડલા ટાઉનમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા એક ઈસમને કુલ કિં.રૂ.૨૦,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૨૩/૦૫/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે

સાવરકુંડલા ટાઉનમાં દેવળા ગેઇટ પાસે જાહેરમાં આઇ.પી.એલ. ૨૦૨૩ ની ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર પોતાના એન્ડ્રોઇડ ફોનમાં CRICKBUZZ એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સ્કોર જાણી, કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે “ક્રિકેટનો સટ્ટો” રમી/રમાડતા એક ઇસમને પકડી પાડી,

પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) હરેશભાઇ પ્રતાપભાઇ બનજારા, ઉ.વ.૪૭, રહે.સાવરકુંડલા, ગીરીરાજ એપાર્ટમેન્ટ.

પકડવાના બાકી આરોપીની વિગતઃ-

(૧) સલીમભાઇ ઉર્ફે મુન્નાભાઇ ભીખુભાઇ લોટારી, રહે.સાવરકુંડલા, સંધીચોક,

 (૨) ઇમરાનભાઇ નાસીરભાઇ હીંગોરા, રહે.સાવરકુંડલા, દારૂગરા શેરી,

પકડાયેલ મુદ્દામાલઃ-

રોકડા રૂ.૧૦,૯૫૦/- તથા

એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા

ક્રિકેટ ટીમના - નામો/આંકડાઓ લખેલ ચિઠ્ઠી – ૧ કિ.રૂ.૦૦/- મળી

 કુલ કિ.રૂ.૨૦,૯૫૦/- નો મુદ્દામાલ. –

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઈ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.