ગત રોજ જાહેર થયેલા ઓલ ઇન્ડિયા UPSC પરીક્ષાના પરિણામ સ્વરૂપે ગુજરાતના કુલ 16 પરીક્ષાર્થી પૈકી 9માં ક્રમાંકે આવનાર મયુર રમેશભાઈ પરમારે શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવમાં તેનો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.વર્ષ 2013 - 14 માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 80 ટકા સાથે ઉત્તીર્ણ થયેલા મયુર પરમારે તેનો આગળનો બી.ટેક એન્જિનિયરિંગનો અભ્યાસ સુરતની SVNIT કોલેજ ખાતે કર્યો હતો.UPSC ના જાહેર થયેલા ગત રોજના પરિણામમાં મયુર રમેશભાઈ પરમરે ઓલ ઇન્ડિયામાં 823 મો ક્રમાંક મેળવ્યો છે.જ્યારે ગુજરાતમાંથી કુલ 16 સફળ ઉમેદવાર પૈકી મયુરે 9મો ક્રમાંક હાસલ કર્યો છે.મયુરે તેની સફળતા વિશે જણાવ્યું હતું કે પિતા સુરત સલાબત પોલીસ મથકે ફરજ બજાવે છે.તેણે પરિણામ વિશે વાત કરતા કહ્યું હતું કે શરૂઆતમાં તેને નિષ્ફળતા મળી હતી.જેમાં ત્રણ વાર મેઇન્સ તેમજ એકવાર ઇન્ટરવ્યૂમાં તે સાત માર્કસથી નાપાસ થયો હતો.પરંતુ હિંમત હાર્યા વગર તેણે પ્રયત્ન ચાલુ રાખ્યા શરૂઆતમાં તેનું ડાયરેકશન ખરાબ હતું પરંતુ સીનીયરના માર્ગદર્શન મુજબ એમસીકયું પેટર્ન પદ્ધતિ સહિત મેઈન્સમાં ક્યાં પ્રકારના પ્રશ્નો પૂછાય એ વિશેનું સાચું માર્ગદર્શન મળતાં તેણે ઓલ ઇન્ડિયામાં 823મો તેમજ ગુજરાતમાં 9મો ક્રમાંક મેળવ્યો છે.પરંતુ તેનું ધ્યેય આઇએએસ બનવાનું હોય તે ફરીથી આગળની તૈયારી માટેના પ્રયત્ન કરશે.