દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પરથમપુર ગામમાં પંચમહાલ જિલ્લાના વેજલપુર MGVCL સબ ડીવીઝનની કચેરી ના કર્મચારીઓ વીજ ચોરીની ચેકીંગ કરવા માટે પરથમપુર ગામે ગયા હતા ત્યારે વીજ ચોરી ચેકીંગ કરી રહેલા વેજલપુર MGVCL સબ ડીવીઝનના કર્મચારીઓ ઉપર બેટ વડે હુમલો કરવામાં આવતા MGVCLના
કર્મચારીઓ માં નાસભાગ મચી હતી ત્યારે MGVCLના કર્મચારીઓ એક મકાનમાં વીજ મીટર નોહતું અને ત્યાં વીજ વાયર ગેરકાયદેસર ડાયરેક્ટ લંગર મારીને વીજ ચોરી કરી રહ્યા હતા જેથી વેજલપુર MGVCL સબ ડીવીઝનના કર્મચારીઓ વીજ ચેકીંગ કરી રહ્યા ત્યાંરે ત્યાં ઉભેલ એક ઇસમે વીજ ચોરીની ચેકીંગ કરી રહેલા કર્મચારીઓને રોકવામાં આવ્યા હતા અને કર્મચારીઓ સાથે ભાઈગીરી ઉપર ઉતરી આવ્યો હતો અને બોલાચાલી કરવા લાગેલ અને કહેવા લાગેલ કે આ વીજ વાયર હું ગમે ત્યાંથી લાવ્યો હોય તમારે શુ ? તેમ કહીને દાદાગીરી કરવા લાગેલ અને ત્યાં અન્ય બીજા પણ ઈસમો ભેગા થઈ ગયા હતા અને આખરે ભેગા થયેલા ઈસમોએ પંચમહાલ જિલ્લાના વેજલપુર MGVCLના સ્ટાફ ઉપર બેટ વડે જીવલેણ હુમલો કરતા MGVCLના કર્મચારીઓમાં નાસ ભાગ મચી હતી અને ત્યાંથી ભાગીને પોતાના જીવ બચાવ્યા હતા ત્યારે આ હુમલામાં MGVCLના બે કર્મચારીઓને હાથમાં તેમજ પગના ભાગમાં ગંભીર ઇજાઓ પોહચી હતી ત્યારે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીઓને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડવામાં આવ્યા હતા અને પંચમહાલ જિલ્લાના વેજલપુર MGVCL સબ ડીવીઝન કર્મચારીઓએ આ પરથમપુર ગામે થયેલ જીવલેણ હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ લીમડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે આ લુખ્ખી દાદાગીરી અને ભાઈગીરી બતાવી સરકારી કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરનાર ઈસમો ઉપર હવે ક્યાં પ્રકારની કાર્યવાહી થશે?