પાવીજેતપુર તાલુકાના ઘંટીગારા ગામે ઘૂંટિયાના આધેડે વૃક્ષ સાથે લટકી કરેલી આત્મહત્યા
પાવીજેતપુર તાલુકાના ઘંટીગારા ગામે એક વૃક્ષ ઉપર ઘુંટીયા ગામના ૬૬ વર્ષના આધેડે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ઘુંટીયા ગામે રહેતા સનાભાઇ રૂપસિંગભાઇ નાયકા ( ઉ. વ. ૬૬ ) છેલ્લા પાંચ દિવસથી ઘરેથી જતા રહ્યા હોય, તેઓના પુત્ર એ જણાવ્યા મુજબ સનાભાઇ પુત્રવધુ ને ગઈકાલે સાંજે ધનપુર ગામમાં મળ્યા હતા ચાલતા ચાલતા સામાન્ય વાત પણ કરી હતી. પરંતુ સનાભાઇ ને અગમ્ય કારણોસર કંઈક લાગી આવતા ધનપુર રોડ થી અંદરના ભાગે આવેલ એક વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાની સ્થાનિકોએ તેમજ સનાભાઈના પુત્રએ કદવાલ પોલીસને જાણ કરતા કદવાલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.