દેશી બનાવટી જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર હથિયા૨ ) સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ .
ચલાલા માર્કેટયાર્ડ પાછળ તળાવના કાંઠા પાસે રહેતો જાંગીરભાઇ જમાલભાઇ બ્લોચ ધારી ચલાલા રોડ પરબડી ગામના પાટીયા પાસે તીરૂપતી ફાર્મની બાજુમા ગેરકાયદેસર હથિયાર ( અગ્નિશસ્ત્ર ) પોતાના કબ્જામાં રાખી ઉભેલ છે . અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય , જે અનુસંધાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર થિયા૨ ) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે .
પકડાયેલ આરોપી
જહાંગીરભાઇ જમાલભાઇ બ્લોચ , ઉ .વ.૪૫ , ધંધો - મજુરી , રહે.ચલાલા માર્કેટયાર્ડ પાછળ , તળાવના કાંઠા પાસે , તા . ધારી જી.અમરેલી .
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર ) નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ,અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી , ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સૂચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.પટેલ , તથા એ.એસ.આઇ. રાધેશ્યામભાઇ દુધરેજીયા તથા હેડ કોન્સ . જ્યેન્દ્રભાઇ બસીયા , આદિત્યભાઈ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે .