આદિપુર પો.સ્ટે . વિસ્તારમાં થયેલ લુંટનાં ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ 

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સબંધી બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઇ જેથી એમ.એન.રાણા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નાઓની આગેવાની માં પોલીસ સબ ઇન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી ટીમ આદિપુર પો.સ્ટે . વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળેલ કે ગઈ તા .૩૦/૦૭/૨૨ ના રોજ આદિપુર પો.સ્ટે . વિસ્તારમાં સંતોષી જતા રોડ ઉપર ફરીયાદી બેનનાં મોબાઇલ ફોનની લુંટ કરનાર આરોપી તથા તેની સાથે આરોપણ બેન બંને જણા મોટર સાયકલ થી અંતરજાળ તરફ આવતા હોવાની બાતમી હકીકત આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા પાતાળીયા હનુમાન રોડ ઉપર વોચ ગોઠવી નીચે મુજબનાં આરોપીઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસ ૨ ની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશન ને સોપવામા આવેલ છે . 

પકડાયેલ આરોપીઓનાં નામ ( ૧ ) મનિષકુમાર દિનેશભાઇ સોલંકી ઉ.વ. ૨૭ ૨હે . સેક્ટ૨-૭ ગાંધીધામ ( ૨ ) ફરીદાબેન વા / ઓ કાસમભાઇ ચાવડા ઉ.વ. ૩૦ રહે . કિડાણા તા.ગાંધીધામ 

પકડવાનો બાકી આરોપી ( ૧ ) હુસેન ભચુ સંઘાર રહે . નવી સુંદરપુરી ગાંધીધામ 

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત - (૧) રેડમી કંપનીનો એન્ડ્રોઇડ ફોન નંગ -૧ કિ.રૂ. ૮,૦૦૦ / (૨) હિરો હોન્ડા મોટર સાયકલ જીજે - ૧૨ - ઈકે -૧૩૫૬ કિ.રૂ. ૫૦,૦૦૦ / 

શોધાયેલ ગુનો આદિપુર પો.સ્ટે . ગુ.૨.નં. ૩૪૫/૨૨ ઇ.પી.કો.ક. ૩૯૨,૧૨૦ બી 

આ કામગીરી લોકલ કાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .