સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામે ચાલતા જુગારધામ નેટવર્કનાં મામલે વધુ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ત્રીજીમેનાં રોજ દરોડા પાડી અને ચાલતા જુગારધામ ઉપર 38 જેટલા જુગારીઓની અટકાયત કરી અને અંદાજિત રૂપિયા 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ગુજરાતમાંથી અલગ-અલગ જિલ્લાઓમાંથી જુગાર રમવા લોકો ત્યાં આવતા હોવાનો ખુલાસો થયો હતો.આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જુગાર સંચાલક નવદિપસિંહ દ્વારા પોલીસ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી જુગાર ચાલતો હોવા છતાં પણ પોલીસ રેડ ન કરતી હોય અને દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો લઈ જતી હોય અને અન્ય પોલીસના થતા કાર્યક્રમોમાં પણ પોલીસ ફંડ લઈ જતી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇએ જુગારની રેડ દરમિયાન ફાયરિંગ કર્યા હોવાનું અને માર માર્યા હોવાના પુરાવા પણ જુગાર સંચાલક નવદીપસિંહ દ્વારા આપવામાં આવ્યા હતા.જોકે આ રેડ પડી તે દરમિયાન લીંબડી પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ સહિત નવ જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. જે આક્ષેપો થયા છે તે અંગે પણ હાલમાં તપાસ ચાલુ છે. આ તમામ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જે સંચાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તે અંગે પણ તપાસ કામગીરી કરવામાં આવે તેવા આદેશ રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ દ્વારા આપવામાં આવ્યા હતા.ત્યારે સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પોલીસ વડા હિમાંશુભાઈ દોશી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરી અને જુગાર સંચાલકની સાથે સંકળાયેલા પોલીસ કર્મીઓની તમામ પ્રકારની વિગતો મેળવવામાં આવી છે. ત્યારે આ પ્રકરણમાં વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં સાયલા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પુષ્પરાજભાઈ ધાંધલ તેમજ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ તેમજ પાટડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સહદેવસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निर्विरोध संपन्न हुए चुनाव, रवि सोनी अध्यक्ष मनोनित
सांगोद, ....राजस्थान शिक्षक संघ राष्ट्रीय उप शाखा सांगोद की कार्यकारणी के वार्षिक चुनाव रविवार को...
ખેડૂતો આંદોલનને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય | Tv9News
ખેડૂતો આંદોલનને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય | Tv9News
खाने में इन चीज़ों की कमी से होते हैं Premature Grey Hair, डॉ. से जानिए कैसे बचें? | Sehat ep 899
खाने में इन चीज़ों की कमी से होते हैं Premature Grey Hair, डॉ. से जानिए कैसे बचें? | Sehat ep 899
ઝાલોદમાં કોંગ્રેસની પડી એક વિકેટ ભાવેશ કટારા આઉટ.
ઝાલોદમાં કોંગ્રેસની પડી એક વિકેટ ભાવેશ કટારા આઉટ.