નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા “અમને ખોરકની જરૂર છે નહિ કે તમાકુની” થીમ સાથે સાયકલ રેલી યોજાઈ ......................

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ શહેરી પોલીક્લીનીક યુ.પી.એચ.સી રાજપીપલા થી પ્રા.આ.કેન્દ્ર પોઈચા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ......................

રેલીમાં લોકોને જાગૃત કરવાના હેતુથી સાયક્લીસ્ટ, આરોગ્ય વિભાગનાં અધિકારી-કર્મચારીશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ......................

રાજપીપલા, મંગળવાર:- વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસે "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુંના માર્ગદર્શન અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સાયકલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ રેલીની શરૂઆત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ શહેરી પોલીક્લીનીક યુ.પી.એચ.સી રાજપીપલા થી પ્રા.આ.કેન્દ્ર પોઈચા સુધી જઈને પરત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ શહેરી પોલીક્લીનીક યુ.પી.એચ.સી રાજપીપલા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં મુખ્ય થીમ “અમને ખોરકની જરૂર છે નહિ કે તમાકુની” માત્ર ધૂમ્રપાન કરનારાઓ જ નહીં પરંતુ તેમની આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય પર ધૂમ્રપાનથી થતી પ્રતિકૂળ અસરો વિશે લોકોને જાગૃત કરવાના હેતુથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપીપલા શહેરનાં સાયક્લીસ્ટ તેમજ આરોગ્ય વિભાગનાં અધિકારી-કર્મચારીશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. .....................