https://youtu.be/1R7d3OJhsOg
થરા ખાતે રું 66 લાખના ખર્ચે નિર્માણ પામનાર બનાસ બેંક ભવન નું ખાતમુહૂર્ત કરાયું
બનાસ બેંક ના પૂર્વ ચેરમેન અને એપીએમસી ચેરમેન ના હસ્તે ખાતમુહર્ત કરાયું
અહેવાલ
કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડ ખાતે શુકરવારે સહકારી અગ્રણી અને બનાસ બેંક ના પૂર્વ ચેરમન તથા થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન અને બનાસ બેંક ના કર્મચારીઓની ઉપસ્થિતિમાં બનાસ બેંકના નવીન અધતન બહુમાળી બિલ્ડીંગ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
થરા માર્કેટ યાર્ડ ખાતે અંદાજિત રું 66 લાખના ખર્ચે બનાસ બેંક ના નવીન મકાનનું બનાસ બેંક ના પૂર્વ ચેરમેન તેમજ થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન એવા સહકારી આગેવાન અણદાભાઈ પટેલના હસ્તે હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે માર્કેટ યાર્ડ ના વાઇસ ચેરમેન ભૂપતાજી ઠાકોર , સેક્રેટીરી હસમુખભાઈ પટેલ ,જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરગોવંદભાઈ જોશી ,થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા વાઘેલા, ગોવિંદભાઈ પટેલ ,હેમુભાઈ જોશી,
પ્રહલાદસિંહ વાઘેલા , કપુરજી ઠાકોર , તથા બનાસ બેંક થરા શાખા નો સ્ટાફ અને અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા