આણંદ એલસીબી ટીમે ખંભાત ખાતે દરોડો પાડી ત્રણ દરવાજા એસબીઆઇ બેન્ક સામે જાહેરમાં સોશિયલ મીડિયામાં વરલી મટકાનો જુગાર રમી રહેલા પાંચ શખ્સને ઝડપી લઈ 11000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, આણંદ એલસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે ખંભાતમાં રહેતો મહંમદ સોહીલ ઉર્ફે કાંટે સૈયદ નામનો શખ્સ ખંભાતના ત્રણ દરવાજા એસબીઆઇ બેન્ક સામે આવેલી કેબિન પાછળ પોતે તથા પોતાના માણસોથી મોબાઇલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આંખ ફરક નો આંકડાનો જુગાર લખી લખાવે છે આ બાતમીને આધારે એલસીબી ટીમે ૫મી મે ના રોજ મોડી સાંજે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન સ્થળ પરથી ચાર શખ્સ ઝડપાયા હતા.જેની પૂછપરછ કરતા મહંમદ સોહેલ ઉર્ફે કાંટે સરફરાજ સૈયદ (રહે પાંચ હાટડી ખંભાત) અબ્દુલરઉફ અબ્દુલવાહીદ શેખ, મૈયુદ્દીન ઉર્ફે મયુર યાસીન શેખ, મોહસીન ઉર્ફે ઝોન ઉસ્માન શેખ હોવાનું જણાવ્યું હતું પોલીસે ચારેય ની પાસેથી રોકડ સહિત મોબાઇલ મળી કુલ 11,120 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરતા મોહસીન અલ્લારખા મલેક (રહે.લાલ મહેલ,ખંભાત) પોતાના મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાથી જુગારનો આંખ ફરકના આંકડા મોકલી આપતો હોવાનું બહાર આવ્યું હતું. એમ કુલ પાંચ ઈસમો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.