ડીસા નગરપાલિકાની વિકાસની રાહમાં હરણફાળ કરોડો રૂપિયાના રોડ રસ્તા મંજૂર..
નગરપાલિકાના ઇતિહાસમાં એક સાથે આટલા બધા કામનો ઇતિહાસ રચાયો..
ભારતીય જનતા પાર્ટી ની જનતાના હિત સુખ સમૃદ્ધિ અને વિકાસ ની વાતોને પુરવાર કરવા માટે આપેલા વચનો પૂરા કરવા માટે સદા અગ્રેસર રહે છે આજ એજન્ડા સાથે ડીસા નગરપાલિકા ચૂંટણી સમય આપેલા વચનો અને જનતાના વર્ષો જૂના પ્રશ્નોના અંત લાવી એક સાથે ઇતિહાસ રચાઇ જાય એટલા ઐતિહાસિક કામો મંજૂર કરી ડીસા નગરપાલિકા પ્રમુખ અને તેમની ટીમે કામગીરી કરી છે વર્ષો જૂની સમસ્યા ડીસા નદી વિસ્તારમાંથી માલગઢ જતા રસ્તા નું આરસીસી કામ કરીને આજુબાજુના દસેક ગામોને પણ તે મુશ્કેલીઓનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે જ્યારે ડીસાના એકથી 11 વોર્ડમાં ડીસા નગરપાલિકામાં રોડ રસ્તા ગટર અને વિવિધ કામગીરીઓને વર્ક ઓર્ડર આપીને કામગીરી શરૂઆત કરવાની તૈયારીઓ કરી છે ત્યારે આટલા વર્ષોમાં પ્રથમવાર બની રહ્યું છે કે નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર ની અધ્યક્ષતામાં ડીસા નગરપાલિકા વિકાસની રાહ પર હરણફાળ ભરી રહ્યું છે જે સપનાઓ ડીસાની જનતાને રાજુભાઈ અને તેમની ટીમે બતાવ્યા હતા કે ડીસા અગ્રેસર હશે વિકાસશીલ હશે અને વિવિધ સુવિધાઓથી સજા હશે તે જ કામગીરી પ્રમુખ અને તેમની ટીમ કરી રહી છે ડીસા નગરમાં પારદર્શક વહીવટ અને જનતાના હિતકારી નિર્ણય લઇ પાલિકા પ્રમુખ સતત રાત અને દિવસ લોકોની ચિંતા કરી રહ્યા છે ત્યારે ડીસાના દરેક વોર્ડમાં કોઈપણ જાતની સમસ્યાઓ ના રહે અને જનતા વિકાસથી વંચિત ના રહે એ માટે કરીને સુમેળ ભર્યો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે અને વર્ષોથી જે આતુરતા જોઈ રહ્યા હતા ડીસાવાસીઓ તે હવાઈ પિલર ના મેદાનમાં બની ગયેલ નાનાજી દેશમુખ ગાર્ડન નવા રંગ સાથે જનતા માટે ટૂંક જ સમયમાં ખુલ્લો મુકવામાં આવશે તેવો પાલિકા પ્રમુખે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું આમ ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા ડીસાની જનતાના દિલમાં એક અનેરો સ્થાન બનાવ્યું છે અને આ સ્થાન કાયમી માટે ટકી રહે એ માટે પાલિકા પ્રમુખ સતત પ્રયત્નશીલ છે... ડીસા નગરપાલિકા દ્વારા આગમી ચોમાસાને લઇ મોન્સૂન ની કામગીરી પણ ડીસાના અલગ અલગ વિસ્તારોમાં ગટર સફાઈ નાલાની સફાઈ કરીને આવનાર ચોમાસામાં ચાલુ વરસાદે કોઈ સમસ્યાના સર્જાય તેની સુંદર કામગીરી આયોજન કરવામાં આવ્યું..