સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.