ખંભાતના શાકમાર્કેટ પાસે આવેલ એક દુકાન આગળ પાર્ક કરેલી રીક્ષા ચોરાઈ જતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મળતી માહિતી અનુસાર ખંભાત તાલુકાના પીપળોઈ ગામમાં આવેલી ઇન્દિરા કોલોની માં રહેતા કેશુભાઈ રાહુભાઈ ચાવડા રીક્ષા ડ્રાઇવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.24મી એપ્રિલના રોજ સવારના પાંચેક વાગ્યાના સમયે જલુંધ ગામેથી પોતાની રીક્ષામાં શાકભાજી ભરીને ખંભાત મેતપુર રોડ પર આવેલ શાકમાર્કેટમાં આવ્યા હતા.બાદમાં શાક માર્કેટમાં શાકભાજી ઉતારીને રીક્ષા ખંભાત મેતપુર રોડ સ્ટાર મેટ્રેસની દુકાન આગળ પાર્ક કરીને ભારું લેવા માટે શાકમાર્કેટમાં ગયા હતા.તે સમયે કોઈ અજાણ્યા ઇસમે તેમની રીક્ષા કિંમત ₹1.5 લાખની ચોરી કરીને લઈ ગયો હતો તેઓએ તપાસ કરતા રિક્ષા ક્યાંય મળી ન હતી.જેથી તેઓએ ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.