ગુનાની વિગતઃ સંદીપભાઇ અરજણભાઇ વણજારા , ઉ.વ -૨૨ , ધંધો - હીરા ઘસવાનો , રહે- રાજપરા , તા.વિસાવદર , જિ - જુનાગઢ નાઓએ ફરિયાદ લખાવેલ કે , પોતાને નીરૂબેન માયાભાઇ બગડા , રહે . નવા આગરીયા વાળી સાથે એક વર્ષથી પ્રેમસંબંધ હોય અને બન્ને ઘરેથી નીકળી પોતાના માસાના ઘરે આવેલ હોય , જેથી નીરૂબેન બગડાના ભાઇ નરેશભાઇ બગડા , રહે.નવા આગરીયા , તા.રાજુલા વાળા તથા તેની સાથેના ત્રણ અજાણ્યા માણસોએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા , ગુનાહિત કાવત્રુ રચી , વર્ના ફોરવ્હીલ ગાડી નં . GJ - 16 AA - 9003 તથા એક અલ્ટો ફોરવ્હીલ ગાડીમાં પોતાના મામાના ઘર નજીક આવી , પોતાને તથા નીરૂબેન બગડાને બળજબરીથી અલગ - અલગ ફોર વ્હીલમાં બેસાડી પોતાનું તથા સાહેદ નીરૂબેનનું અપહરણ કરી , લઇ જઇ , પોતાને રસ્તામાં માર મારી મારી નાખવાની ધમકી આપી , ગાળો આપી , રસ્તામાં ફોરવ્હીલમાંથી નીચે ઉતારી દઇ , ગુનો કરવામાં એક - બીજાની મદદગારી કરી , ગુન્હો કર્યા વિ . બાબતે ફરિયાદ લખાવતાં , અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં અમરેલી તાલુકા પો.સ્ટે . એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૭૩૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૬૫ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૨૦ બી ૩૪ , ૧૧૪ મુજબ ગુનો નોંધાયેલ હતો , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં આ પ્રકારના ગંભીર ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી બી . દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી તાલુકા પો.સ્ટે . એ પાર્ટ . ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૭૩૩/૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૬૫ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૨૦ બી , ૩૪ , ૧૧૪ મુજબના કામે આરોપીઓને ભોગ બનનાર યુવતી સાથે ગઇકાલ તા .૦૨ / ૦૯ / ૨૦૨૨ ના રોજ અમરેલી , સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી ફોરવ્હીલ કાર સાથે પકડી પાડી , પકડાયેલ આરોપીઓ તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . → પકડાયેલ આરોપીની વિગતઃ ( ૧ ) નરેશભાઈ ઉર્ફે (ઘુઘો )કેશુભાઇ ઘાખડા , ઉ.વ .૨૮ , રહે.વડલી , તા.રાજુલા , જિઅમરેલી , ( ૨ ) નાગજીભાઈ હરજીભાઇ બાબરીયા , ઉ.વ .૩૦ , રહે.વડલી , તા.રાજુલા , જિ.અમરેલી , ( ૩ ) દિનેશભાઈ નાનજીભાઇ બાબરીયા , ઉ.વ .૩૫ , રહે.વડલી , તા.રાજુલા , જિ.અમરેલી , ( ૪ ) દેવકુભાઈ ગભાભાઇ વરૂ , ઉં.વ .૩૫ , રહે.સમઢીયાળા ( નેસડી ) , તા.ખાંભા , જિ.અમરેલી ,  આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી . બી દેસાઇ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી