આજ રોજ જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ સ્વરૂપે વાવની વસિષ્ઠ વિદ્યાલયના વિદ્યાર્થીએ મેદાન માર્યું હતું.સમગ્ર ગુજરાતમાં 61 જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે.તેમાંથી 22 જેટલા જિલ્લામાંથી તો એક પણ વિદ્યાર્થી એ વનમાં સ્થાન પામ્યા નથી.ત્યારે સુરત જિલ્લાના 16 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે.જેમાં વાવ ખાતે આવેલી શ્રી વસિષ્ઠ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થી અણધણ ઓમ દિનેશ ભાઈએ 99.98 પી.આર મેળવી એ વન ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કર્યું છે.સામાન્ય પરિવાર માંથી આવતા ઓમ ના પરિવારમાં પિતા દિનેશભાઈ ટેક્ષ્ટાઈલના ધંધા સાથે સંકળાયેલા છે.જ્યારે માતા અલ્પા બેન ગૃહિણી છે.સામન્ય પરિવારમાંથી આવતા ઓમે પોતાની અથાગ મહેનત વડે સિદ્ધી હાંસલ કરી છે.શાળાના શિક્ષકોની આયોજન સભર અભ્યાસ માટેની આગવી પદ્ધતિ સહિતનું માર્ગદર્શન તેમજ શાળા સંચાલક દ્વારા પૂરો પાડવામાં આવેલા ઉત્તમ માહોલના કારણે દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓ શાળાને ઉચ્ચ પરિણામ અપાવતા રહ્યા છે.પરિણામ સહિત જાહેર થયેલા ગુજકેટની પરીક્ષામાં પણ ઓમનો ઉત્કૃષ્ઠ દેખાવ રહ્યો છે. તેણે ગુજકેટમાં 120 માંથી 117.50 ગુણ મેળવી શાળા સહિત તાલુકા અને જિલ્લા કક્ષાએ શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ સહિત ગુજકેટના પરિણામમાં શાળાના હોનહાર વિદ્યાર્થી ઓમ સહિત અન્ય સફળ થયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણને શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરિયા,ડાયરેક્ટર વિજયભાઈ ડાવરિયા, રવિભાઈ ડાવરિયા, એજ્યુકેશનલ એડવાઈઝર ડો.પરેશભાઇ સવાણી તેમજ શાળાના આચાર્ય મેહુલભાઈ વાડદોરિયાએ અભિનંદન પાઠવ્યા હતા.