૧લી મે ગુજરાત સ્થાપના દિવસ મનાવવામા આવે છે, આ પ્રસંગે રાજ્યના નાગરીકો અને પોલીસ વચ્ચે સંવાદ અને સહયોગનો હેતુ રચાય તેવા હેતુથી બનાસકાંઠા જીલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નાગરીકો અને પોલીસની ટીમ વચ્ચે એક ફ્રેન્ડલી વોલીબોલ મેચનુ આયોજન કરવાનુ હોઇ, 

                    જે અતર્ગત નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસા વિભાગ નાઓની સુચનાથી અને પો.ઇન્સ. શ્રી એસ. એમ. પટણી ના માર્ગદર્શન હેઠળ ડીસા રૂરલ પોલીસ તેમજ ડીસાની વોલીબોલ ટીમ વચ્ચે એક ફ્રેન્ડલી વોલીબોલ મેચનુ આયોજન ડીસા ખાતે કરવામા આવેલ હતુ, 

                    જેમા ડીસા ગામના સીનીયર સીટીજન અને હરેશકાકા ના હુલામણા નામથી ઓળખાતા શ્રી હરેશભાઇ રાવલ નાઓના હસ્તે મેચનુ ઓપનીંગ કરવામા આવેલ ત્યારબાદ પોલીસ વોલીબોલ ટીમના કપ્તાન અશોકભાઇ ચૌધરી તથા નાગરીક ટીમ ના કપ્તાન ક્રીષ્ણરાજસીહ વાઘેલા ના કપ્તાન પદ સાથે બન્ને ટીમો દ્વારા ભારે રસાકસી ભરી મેચ બાદ વિનર ટ્રોફી પોલીસ ટીમને આપવામા આવેલ અને ઉપ વિજેતા ટ્રોફી નાગરીક ટીમને આપવામા આવેલ, સદરહુ વોલીબોલ મેચ દરમ્યાન શ્રી કે. બી. અગ્રાવલ હાઇસ્કુલના વ્યાયામ શીક્ષક શ્રી જીતુભાઇ ગેહલોત નાઓએ વિશેષ યોગદાન સાથે અમ્પાયરીંગ કરવામા આવેલ.