પાલનપુર પશ્વિમ પોલીસ મથકની ટીમે ઇ- બાઇકની ચોરેલી બેટરીઓ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જેની પાસેથી રૂપિયા 15,000 ની પાંચ બેટરીઓ કબ્જે લેવામાં આવી હતી.

પાલનપુર પશ્વિમ પોલીસ મથકના પીઆઇ આર. બી. ગોહિલ, પીએસઆઇ એમ. એમ. કુરેશીએ ટીમ સાથે ઇ - બાઇકની બેટરીઓની ચોરી કરનારા પાલનપુર બાવરીડેરાનો ચરણભાઇ લખનભાઇ સોલંકીને ઝડપી લીધો હતો. જેની પાસેથી રૂપિયા 15,000ની કુલ 15 બેટરીઓ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.