ઝાલોદ નગરમાં ૧૦૦ માં " મન કી બાત " ના સાક્ષી બનવા દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની ઉપસ્થિત રહ્યા .પૂર્વ નગરપાલિકા પ્રમુખ અગ્ન્નેશ પંચાલ ,વિજય પંડિત તેમજ મહિલા અગ્રણી રીટાબેન ઉપસ્થિત રહ્યા ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 3 ઓક્ટોબર 2014 વિજયા દશમીના તહેવાર થી મન કી બાત કાર્યક્રમની શરૂઆત રેડિયોના માધ્યમથી કરવામાં આવી હતી. મન કી બાત કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન જન સુધી રેડિયોના માધ્યમ થી દેશના નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ધીરે ધીરે આ કાર્યક્રમ ખૂબ સફળ થયો અને દર મહિને આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન સાથે લોકો પત્ર વ્યવહાર દ્વારા જોડાવા લાગ્યા અને લાખો પત્રો વાંચી અને તે પત્રનો જવાબ આપવાનો પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતો.
આજ રોજ તારીખ 30-04-2023 નાં રવિવારના રોજ વડાપ્રધાનના ૧૦૦ માં મન કી બાતનુ પ્રસારણ રેડિયોના માધ્યમ થી થયું. આ ઐતિહાસિક પળ ના સાક્ષી બનવા ભાજપ પરિવાર દ્વારા ટીમ બનાવી દરેક વિસ્તારોમાં મન કી બાત કાર્યક્રમ જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજન પ્રમાણે દરેક શક્તિ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં લોકોએ આ પ્રોગ્રામને જોવાનો અને સાંભળવાનો લ્હાવો લીધો. દાહોદ જિલ્લાના દરેક ભાજપના કાર્યકર્તાઓને મન કી બાત ના કાર્યક્રમની જવાબદારી આપવામાં આવેલ અને દરેક કાર્યકર્તાઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરી સમૂહમાં આ પ્રોગ્રામને જોઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતો.
ઝાલોદ નગરમાં મન કી બાત કાર્યક્રમ જોવા દાહોદ જિલ્લાના મહામંત્રી નરેન્દ્ર સોની હાજર રહેલ હતા તેમજ તેમના સાથે પૂર્વ નગરપાલિકા પ્રમુખ અગ્નનેશ પંચાલ, વિજય પંડિત, મહિલા આગેવાન રીટાબેન સોલંકી પણ હાજર રહેલ હતા. આ ઐતિહાસિક પળ ના સાક્ષી બની ઉપસ્થિતિ જનતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા કે વડાપ્રધાન લોકોના મન ની વાત સમજી તેનાં મુજબ કામગીરી કરે છે. દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીએ બાળકોને ચોકલેટ વિતરણ કરી હતી તેમજ તેમણે ઉપસ્થિત સહુ લોકોને મહાકાળી શક્તિ કેન્દ્રના બુથ પર હાજર રહેલ સહુ લોકોને મન કી બાત કાર્યક્રમ માંથી કામ કેવી રીતે કરવું તેમજ લોકોના આચાર વિચાર કેવી રીતે લેવા અને આપવા તેની પ્રેરણા આ પ્રોગ્રામ દ્વારા લઈ શકાય તેવું શીખવા મળે છે. વડાપ્રધાન દ્વારા લોકોને સમજી તેમના કામગીરીને પ્રોત્સાહિત કરી લોકો સુધી પહોંચાડી લોકોને પ્રેરણા આપવાં જનતાને સતત પ્રેરિત કરતા આવ્યા છે.