ડીસા શહેરમાં હાઇવે પર એલિવેટેડ ઓવર બ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા ઉકેલાઇ છે, પરંતુ શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. સાંઈબાબા મંદિર આગળ તો દરરોજ ટ્રાફિક જામમાં ફસાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
ડીસા શહેરના મુખ્ય બગીચા સર્કલ, ફુવારા સર્કલ તેમજ ભગવતી ચોક અને રીશાલા બજારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. શહેરના મુખ્ય બજારોમાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી મોટા વાહનોનું પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ અમલ થતો નથી. આડેધડ વાહન પાર્ક ના કારણે મુખ્ય બગીચા સર્કલ પર દિવસમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિક જામ થતા છે ક મામલતદાર કચેરી સુધી તેમજ વિ.જે. પટેલ શાકમાર્કેટ સુધી વાહનોની કતાર લાગે છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની હેરાનગતિ ભોગવવી પડે છે...
આથી બગીચા સર્કલ પાસે ટ્રેઈનેડ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ મુકાય અને આડેધડ પાર્કિંગ થતા વાહનો તેમજ રોંગ સાઈડમાં આવતા વાહનો સામે દંડનીય કાર્યવાહી થાય તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય તેમ છે. આ ઉપરાંત વિ.જે. પટેલ શાક માર્કેટમાં મુખ્ય ગેટ પરથી જ વાહનોને પ્રવેશ આપવામાં આવતો હોવાથી તેના કારણે પણ ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે. આથી શાક માર્કેટના બંને ગેટ પરથી વાહનોને પ્રવેશ અપાય તો પણ ટ્રાફિક સમસ્યા ઉકેલાઈ શકે તેમ છે...