નાઈ સમાજ ની દીકરી અખંડ ધુણા ઉપર ૧૨ વર્ષ સુધી મહા અનુષ્ઠાન કરશે.,,,હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે....