ડીસા તાલુકા પોલીસે રાજસ્થાનમાં દુષ્કર્મ કેસના આઠ મહિનાથી ફરાર અને 8,000 રૂપિયાના ઇનામી આરોપીને દબોચી લીધો છે. તેમજ આ ફરાર આરોપીને પકડી સીણધરી પોલીસ ને સોંપતા રાજસ્થાન પોલીસ આરોપીને પકડનાર ડીસા તાલુકા પોલીસને ઇનામ આપશે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રાજસ્થાનના સિણધરી ગામે સગીરા પર દુષ્કર્મ આચરતા પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે ઘમંડારામ ખેતારામ જાટ અને કરનારામ ખેતારામ જાટ પર ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.
તે દરમિયાન કરનારામની પકડાઈ ગયો હતો. જ્યારે મુખ્ય આરોપી છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો. આ આરોપી રાજસ્થાન બહાર ગુજરાત, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં વેશ બદલીને ફરી રહ્યો હતો. જેથી આ આરોપીને પકડવા માટે રાજસ્થાન પોલીસ દ્વારા ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
તે દરમિયાન ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે આ ઇનામી આરોપી આખોલ ચાર રસ્તા પાસે હોવાની માહિતી મળી હતી. જેથી ડીસા તાલુકા પોલીસ ક્યાં પહોંચી હતી અને ફરાર આરોપી ઘમંડારામ જાટને ઝડપી પાડી રાજસ્થાનના સીણધરી પોલીસને સોંપ્યો હતો. આઠ મહિનાથી ફરાર આરોપીને પકડી પાડતા ડીસા તાલુકા પોલીસ મથકના કર્મચારી જશવંતસિંહ, ભુરાભાઈ અને રમેશભાઈને રાજસ્થાન પોલીસ દ્વારા 8,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.