સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं