કાવતરૂ રચી લગ્ન કરાવી રૂ.૨,૬૦,૦૦૦/- પડાવી લઈ ૧ દિવસ સાથે રહી ભાગી જનાર કન્યા પ્રિયંકા તેમજ લગ્ન કરાવી આપનાર ઈશ્વરદાસ દેવમોરારી ને પકડી પાડતી જાફરાબાદ મરીન પોલીસ
લગ્નવાંચ્છુક વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેમની સાથે લગ્નના નામે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી નાણા પડાવી, ઠગાઇ કરતી ટોળકીને સુરત તથા હિગનઘાટ જી. વર્ષા (મહારાષ્ટ્ર) થી પકડી પાડતી જાફરાબાદ મરીન પોલીસ
ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા મિલ્કતસબંધી ગુનાઓને અંકુશમા લેવા અને આવા પ્રકારના ગુના આચરતા ઇસમો વિરૂધ્ધ ગુના રજી કરી જાફરાબાદ મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૨૨૩૦૦૪૭/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી, ૩૪ મુજબ ના કામે આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
ગુનાની ટૂંક વિગત
આ કામના આરોપીઓએ કાવતરૂ રચી પોતાના આર્થીક ફાયદા માટે સમાન ઇરાદો પારપાડવા ફરિયાદી ના પુત્રને લગ્નની લાલચ આપી અને પ્રીયંકા નામની છોકરી બતાવી તેની સાથે લગ્ન કરાવી
લગ્ન પેટે રૂ.૨,૬૦,૦૦૦/- ની રકમ બદદાનતથી મેળવી લઇ લગ્ન અંગે છેતરપીંડી તથા ઠગાઇ કરી
એક દિવસ વરરાજા સાથે રહી નાસી જઇ લગ્ન પેટે લીધેલા નાણા પરત નહી આપી નાણાં ઓળવી જઇ વિશ્વાસધાત અને છેતરપીંડીનો ગુનો કરેલ.
પકડાયેલ આરોપીઓ (લૂંટેરી દુલ્હન અને દલાલ)
(૧) ઇશ્વરદાસ પરશોતમદાસ દેવમોરારી ઉ.વ. ૬૩, રહે. પીપરડી નં. ૨, તા. પાલીતાણા, જી. ભાવનગર, હાલ પ્લોટ નં. ૨૦૩ વરાછા રોડ રવિપાર્ક સુરત
(૨) પ્રિયંકા ડો/ઓ હરબાજી ઢોંબરે ઉ.વ. ૨૮, રહે. કિન્ની, (જવાદે) તા.રાલેગાંવ, જી. યવદમાલ, (મહારાષ્ટ્ર) હાલ રહે. મોહાના મીલ કવાર્ટર,રામ મંદિર વાર્ડ, હિંગનઘાટ, જી. વર્ધા, (મહારાષ્ટ્ર)
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જે.એલ.ઝાલા જાફરાબાદ મરીન પો.સ્ટે. તથા હેડ કોન્સ. રમેશભાઇ રાઠોડ તથા પો.કોન્સ. વિજયભાઇ બારૈયા તથા મહીલા પો.કોન્સ. અંકિતાબેન જાની એ રીતેના પોલીસ જોડાયેલ હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.