વાવ તાલુકાના એક માલિક પાસેથી વેચાણમાં ટ્રક લીધા પછી પણ તેના પર રહેલી લોનની રકમ ભરપાઈ નહીં કરીને સુઈગામ તાલુકાના એક યુવકે છેતરપિંડી અને વિશ્વાસઘાત આચાર્યાની પોલીસ ફરિયાદ થરાદ મથકમાં નોંધાવી છે. પોલીસે છેતરપિંડી કરનારની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવને લઈને ચકચાર મસી જવા પામી હતી .

વાવ તાલુકાના સણવાલ ગામના ધનરાજભાઈ રાહાભાઈ રબારીએ થરાદ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે 2014 ના વર્ષમાં લાવેલી જીજે 08ઝેડ 8671 નંબરની ટાટા આઇવો ગાડી મહેસાણાના શોરૂમમાંથી ખરીદીને ત્રણ લાખ ભર્યા બાદ બાકીની શ્રી રામ ઓટો ફાઇનાન્સ થરાદની લોન કરાવી હતી.

જેના જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા બાદ માસિક હપ્તો રૂપિયા 59631 લેખે 47 સપ્તાહમાં 14,58,070 ની રકમ પણ ભરપાઈ કરી દીધી હતી. જે ગાડી વેચવાની હોઇ ચાર રસ્તા પર વિક્રમભાઈ હરજીભાઈ રાજપુત રહે. સુઈગામ આવતાં તેના પર વિશ્વાસ કેળવી સોદો કરી લોનના બાકી 12 લાખ રૂપિયાની રકમ ભરવાની શરતે 15 લાખ રૂપિયામાં વેચાણથી આપી હતી. ત્રણ લાખ રોકડા આપીને ટ્રક લઇને જતા રહેલા વિક્રમભાઈ બાદ છ મહિના પછી ધનરાજભાઈ પાસે શ્રીરામ ફાઇનાન્સના જવાબદારો દ્વારા હપ્તો આપવાની ઉઘરાણી કરવાની શરૂઆત કરાતાં તેને વિક્રમભાઈએ હપ્તા ભરેલા ન હોવાની જાણ થઈ હતી.

આથી એક વખત રૂબરૂ મળતાં વિક્રમભાઇએ હપ્તા ભરી દેશે તેવું જણાવ્યા બાદ પણ હપ્તા ભર્યા ન હતા અને સંતોષકારક જવાબ નહીં આપતાં આખરે આ અંગે થરાદ મથકમાં પોલીસે વિક્રમભાઇ સામે ધનરાજભાઇની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિક્રમભાઈ રાજપુત સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.