સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસે બજાણા-પાટડી રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત રૂ.2,90,170નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા એ સમયે માલવણની કેનાલ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, બજાણા-પાટડી રોડ પરથી વિદેશી દારૂ ભરી અને એક વર્ના ગાડી નિકળનારી છે, જે બાતમીના આધારે બજાણા-પાટડી રોડ પર વોચ ગોઠવતા બાતમીવાળી વર્ના ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી અંદર બેઠેલા બંને ઇસમોને નીચે ઉતારી ગાડીમાં તપાસ હાથ ધરી હતી.જેમાં ગાડીની ડેકીમા પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમા અને સીટના પાછળના ભાગે ચોરખાનુ બનાવેલુ હતુ. જેમાં બંને ચોરખાનામાં તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે બાબતે પાસ પરમીટ માંગતા મળી આવી નહી નહોંતી. જેથી ગાડીમાં સવાર બંને શખ્સો રામસ્વરૂપ લક્ષ્મણરામ ખીચડી ( રહે-ગોડા, તા.છેડવા, જી.બાડમેર ( રાજસ્થાન ) અને જયકીશન ખેરાજરામ ગુર્જર ( રહે-મેઘાવા, તા.ચિતલવાલા જી.ઝાલોર ( રાજસ્થાન )વાળા પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ-84, કિંમત રૂ.70,170 અને મોબાઈલ નંગ-2 રૂ.20,000 હુંડાઈ વર્ના ગાડી, કિ.રૂ- 2,00,000 મળી કુલ રૂ. -2,90,170નો મુદામાલ કબ્જે કરી આરોપીની વધુ પૂછપરછ કરતા ભજનલાલ રામચંદ્ર બિશનોઈ ( રહે.ગોડા તા.છેડવા જી.બાડમેર ( રાજસ્થાન )વાળાએ ગાડી આપી અને સામખીયાળી સુધી લઈ જવા કહ્યું હતુ. જેથી ત્રણેય ઈસમો વિરૃદ્ધ બજાણા પોલીસ મથકે પ્રોહી અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.