નાયબ કલેકટર કચેરી ખાતે તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમ યોજાયો અનેક અરજદારોની રજુઆતો સ્થળ પર નિરાકરણ કરવાની અપાઈ સુચનાઓ...

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજ્ય સરકારનો મહત્વનો કાર્યક્રમ એટલે કે તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમ જેમા તાલુકા અને શહેરના લાગતા પ્રશ્નોને લઈ તાલુકાના અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે અને જે રજૂઆતના પગલાં સ્થળ ઉપર તાલુકા નિવારણ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દ્વારા તમામ પ્રશ્નો નિરાકરણ આવે તે માટેની આ તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમના માધ્યમથી સફળતા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આજે નાયબ કલેકટર કચેરી ખાતે આજરોજ તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાયબ કલેક્ટર ડીસા તેમાં શહેર મામલતદાર તાલુકા મામલતદાર તેમજ શિક્ષણ અધિકારી વિજ ઈજનેર સાથે ડીસા નગરપાલિકાના કર્મચારીઓ સહિત માર્ગ અને મકાન વિભાગ સાથે લાગતા વળગતા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમા ડીસા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા અરજદારોએ પોતાના પ્રશ્નો તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત રજૂઆતોને લાગતા અધિકારીઓને નાયબ કલેકટર દ્વારા પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને ડીસાના મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી બગીચાને રીનોવેશન કરવામાં આવ્યું નથી અને મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કાળજાળ ગરમીમાં અરજદાર માટે કોઈ બેઠક વ્યવસ્થા ન હોય અરજદારો માટે બગીચામાં બેઠક વ્યવસ્થા સાથે આયોજન કરવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવતા નાયબ કલેક્ટરશ્રી દ્વારા પર્યાવરણ બચાવો અંતર્ગત નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી જ્યારે કેટલાક અરજદારો દ્વારા ડીસા શહેરમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામોને લઈ રજૂઆત કરવામાં આવી હતી સાથે વિધવા સહાય મનરેગા યોજના તેમજ ડીસા શહેરની મામલતદાર કચેરીમાં આવતાં અરજદારો માટે પુરવઠા કચેરીની બહાર શેડ બનાવવા અને ટોકન વ્યવસ્થા ઉભી કરવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી તમામ રજૂઆતો ધ્યાનમાં લઇ તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નાયબ કલેક્ટર શ્રી નેહા પંચાલ દ્વારા ઉપસ્થિત વહીવટીતંત્રના લાગતા વળગતા તમામ અધિકારીઓને સૂચનાઓ આપી તાત્કાલિક અસરથી અરજદારોની રજૂઆતો નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી..