લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે વિરમગામ ગ્રામ્યનું દંપતી મજુરી કામે આવ્યુ હતુ. ત્યારે 21 વર્ષીય પરિણીતાએ નજીવી બાબતમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરમગામ તાલુકાના ઝેઝરા ગામે રહેતા 29 વર્ષીય રાજેશભાઈ લાભુભાઈ કુમાદરા તેમના 21 વર્ષીય પત્ની પાયલબેન સાથે લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ખેતમજુરી કરતા હતા. તા. 19 એપ્રીલના રોજ વસંતબેનના ઘરે તેમના દીકરી અસ્મીતા અને જમાઈ કીશનભાઈ આવેલા હતા. અને પાયલબેનને જઈ કિશનને તમે બોલાવેલ છે તેમ કહ્યુ હતુ. જેથી લાગી આવતા પાયલબેને તા. 19ના રોજ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં તા. 22ના રોજ પાયલબેનનું મોત થયુ હતુ.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं