ડીસામાં અલગ અલગ ચોરીના બે ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા LCB પોલીસે ઝડપી લીધો છે અને ચોરને જેલના હવાલે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
આ અંગેની વિગત એવી છે કે બનાસકાંઠા LCB પીઆઇ એસ.ડી ધોબી, પીએસઆઇ એ.બી. ભટ્ટ, પીએસઆઇ પી.એલ.આહિરની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના નોંધાયેલા ઇપિકો કલમ 457, 380,114 મુજબના ગુના ના કેસમાં નાસ્તો ફરતો આરોપી સચિન સદાભાઈ વાદી નવા બસ સ્ટેશનમાં ફરે છે..
જેથી પોલીસ સ્ટાફના માણસો હેડ કોન્સ્ટેબલ નરેશ, મિલનદાસ અને મુકેશ એ ડીસા નવા બસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને આરોપી સચિન વાદીને ઝડપી લીધો હતો. આ આરોપી સામે ડીસામાં બે અલગ અલગ ચોરીના ગુન્હાઓ નોંધાયા છે..
અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ સીઆરપીસી 41 આઈ મુજબ કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો છે..
 
  
  
  
  
   
  